Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
અમરેલીમાં કોરોનાને લઈને રાહતના સમાચાર | DD News Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં કોરોનાને લઈને રાહતના સમાચાર

Live TV

X
  • કોરોનાના વધતા કેસ લોકોની ચિંતા અને ડર બન્ને વધી રહ્યા છે ત્યારે એક સકારાત્મક સમાચાર લોકોના મનને શાંતિ આપી શકે છે. અમરેલી માટે એક રાહતના સમાચાર છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સરકારી હોસ્પિટલના 55 જેટલા બેડ ખાલી હોવાની સાથે ઓક્સિજનની ડિમાન્ડ પણ ઓછી થઈ છે. તો નોન કોવિંડના 125 બેડ ખાલી છે. હાલ અમરેલીમાં સરપંચ દ્વારા જિલ્લામાં સાડા ત્રણસો ગ્રામ પંચાયતમાં કોમ્યુનિટી કોવિડ  આઈસોલેશન વોર્ડ શરૂ કરાયા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા પણ પુરતો સહકાર મળવાની સાથે પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો પુરો પડાય છે. જિલ્લાના દર્દીઓ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે, જો કોઈ દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણ હોય તો તે ગ્રામ પંચાયતના આઈસોલેશન વોર્ડમાં રહી શકે છે. અહીં જમવા સહિતની તમામ સુવિધા પણ પુરી પડાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply