Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં રાજકોટ સંસ્થાના સહયોગથી 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

Live TV

X
  • અમરેલીના તરવડામાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના સહયોગથી 100 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. અહીં દર્દીઓને વિનામૂલ્યે સારવારની સાથે ભોજન પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે. શ્રી દેવકૃષ્ણદાસજી મહારાજની પ્રેરણાથી શરૂ કરાયેલા આ સેન્ટરમાં ડૉક્ટર હાર્દિક કાથરોટિય, પિયુષ સાવલિયા સહિતના લોકો સેવા આપી રહ્યા છે. આ કેર સેન્ટર શરૂ કરાયું તેને લઈ ગુરુકુળના મહંત કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે "યથાશક્તિ રોગાતુર ની સેવા કરવી" આ આજ્ઞાનું પાલન કરી દેશ,સમાજ અને ભગવાનની સેવા કરવા આપણે નિમિત્ત બન્યા છીએ.આ કાર્યથી દરેકના હૃદયમાં બેઠેલા ભગવાન શ્રી હરિ પ્રસન્ન થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply