દીવમાં મધ્યમ વર્ગના રાશન ધારકોને મળશે વિના મૂલ્યે અનાજ
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મધ્યમ વર્ગના રાશન ધારકોને વિના મૂલ્યે અનાજ મળશે. દીવ જિલ્લાની 13 સરકારી મંડળી દ્વારા 7મીમેથી પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના અંતર્ગત વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. આ અંગે દીવ પ્રશાસન દ્વારા પૂર્વ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા સરકારી મંડળીઓને અનાજનો પૂરતો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે. સાથે સાથે દીવથી વણાંકબારા સુધી સરકારી મંડળીઓને સેનિટાઇઝ પણ કરવામાં આવી છે. કોવિડ 19ના પ્રોટોકોલ મુજબ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે.
