Skip to main content
Settings Settings for Dark

નડિયાદમાં રંગોળીના માધ્યમ થી રસીકરણ વધારવાનો પ્રયાસ

Live TV

X
  • રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને કોરોનાથી બચવા માટે વેક્સિન લેવાની અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ વેક્સિન ન લો ત્યાં સુધી માસ્ક જ એક દવા છે તેવું પણ લોકોને જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારના આ પ્રયાસો સફળ બને અને લોકો પણ કોરોનાથી બચવાના ઉપાયોથી માહિતગાર થાય તે હેતુથી નડિયાદ તાલુકાના વાલા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મભટ્ટે તેમના પોતાના ઘરે "વેક્સિનેશનના પગલે ચાલ, એ છે કોરોનાનો મહાકાલ" ના સ્લોગન સાથે  51 ચોરસ ફૂટ  વિશાળ રંગોળી બનાવી છે. ઉપરાંત તેમણે "અમે વેક્સિન લઈશું, ને તમે?" એવા પ્રશ્નાર્થ સાથે વધુમાં વધુ લોકો વેક્સિન લે તેવી અપીલ પણ રંગોળી થકી કરી છે. હિતેશભાઈ બ્રહ્મભટ્ટ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પુરસ્કૃત પણ થયેલા છે. તેમની રંગોળી જોવા માટે નડિયાદ તેમજ આસપાસના વિસ્તારમાં વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. રંગોળી જોવા આવનાર લોકોને પણ હિતેશભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પણ કહે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply