અરવલ્લીઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન કૉવિડ હૉસ્પિટલને ભેટ આપવામાં આવ્યા
Live TV
-
અરવલ્લી જિલ્લામાં કૉરોનાના વધતા કહેર વચ્ચે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન કૉવિડ હૉસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યા છે. યુકેથી લાવવામાં આવેલ ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન આપોઆપ હવામાંથી ઑક્સિજન તૈયાર કરે છે અને વીજ પ્લગ થકી ચાલે છે. એક મશિનથી બે દર્દીઓને ઑક્સિજન આપી શકાય છે. મોડાસા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાર મશિન સરકારી કૉવિડ હૉસ્પિટલમાં જ્યારે અન્ય ચાર મશિન ખાનગી કૉવિડ હૉસ્પિટલમાં ભેટ આપવામાં આવ્યા છે. આ ઑક્સિજન કૉન્સન્ટ્રેશન મશીન થકી દર્દીઓને સારો એવો લાભ થઇ શકશે
