અરવલ્લી:મોડાસાની BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવા 10 મશીનની કોવિડ હૉસ્પિટલને ભેટ
Live TV
-
કોરોના મહામારીમાં ધાર્મિક સંસ્થાઓ પણ મદદે આગળ આવી રહી છે તેમાં વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ સંસ્થા આગળ આવી છે.અરવલ્લી જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે સારવાર વધુ વેગવંતી બને તે માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા આગળ આવી છે. જિલ્લાની ભિલોડા કૉટેજ હૉસ્પિટલ, બાયડની વાત્રક કૉવિડ હૉસ્પિટલ તેમજ મોડાસાની સાર્વજનિક કૉવિડ તેમજ ધી ઘાંચી આરોગ્ય મંડળને ઑક્સિજન કૉન્સન્ટ્રેટર મશિન ભેટ આપવામાં આવ્યાં છે.આ પહેલા પણ સંસ્થા દ્વારા 10 મશીનનો અપાયા હતા.ત્યારે ફરીથી નવા 10 મશિન કૉવિડ હૉસ્પિટલને ભેટ આપીને સ્વામિનારાયણ સંસ્થાએ માનવ મૂલ્યોના જતનનો સંદેશ આપ્યો છે. મોડાસા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મશીન અર્પણ કરવાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મોડાસા મામલતદાર, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારીઓ સહિત સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.
