અરવલ્લી જીલ્લામા રોજગાર મેળાનું થયું આયોજન
Live TV
-
રોજગાર ભરતીમેળામાં ત્રીસ જેટલા નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અરવલ્લી જિલ્લાના રોજગાર વાચ્છું ઉમેદવારોને તેમની લાયકાત અને વયમર્યાદા મુજબ રોજગારીની તકો પૂરી પાડવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઇ ટી આઇ મોડાસા દ્વારા રોજગાર અને એપ્રેન્ટીસ શિપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા આ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
રોજગાર ભરતીમેળામાં ત્રીસ જેટલા નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં છ હજાર જેટલા યુવક યુવતીઓને કૉલ લેટર મોકલીને બોલાવાયા હતા. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેકટર, જિલ્લા રોજગાર કચેરી અધિકારી તેમજ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
