વડતાલ સ્વામિનારાણ મંદિરમાં વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવમાં CM રુપાણીએ આપી હાજરી
Live TV
-
ગુજરાતને વિશ્વફલક પર પ્રતિષ્ઠિત બનાવવાની હાકલ કરતા મુખ્યમંત્રીએ આધુનિક ગુજરાતનું સૌપ્રથમ ગદ્ય સાહિત્ય એવું વચનામૃત હંમેશા માટે ગૂંજતુ રહે તેવી અભ્યર્થના કરી હતી.
વડતાલ સ્થિત સુપ્રસિદ્ધ સ્વામી નારાયણ મંદિરમાં ઉજવાઈ રહેલા વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. આ પ્રસંગે પોતાના સંબોધનમાં તેમણે અયોધ્યા વિવાદને લઈ સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચૂકાદાને ટાંકતા જણાવ્યું હતું કે આ વિવાદનો અંત આવતા આ દેશની સાંસ્કૃતિક એકતા વધુ મજબૂત બની છે.. વડતાલને યાત્રાધામ તરીકે વિકસાવાયા બાદ હવે તે પ્રવાસનનું પણ કેન્દ્ર બને તે દિશામાં સરકાર પ્રયત્નશીલ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.. ગુજરાતને વિશ્વફલક પર પ્રતિષ્ઠિત બનાવવાની હાકલ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કવિ શ્રી ઉમાશંકર જોષીએ આપેલી વ્યાખ્યા અનુસાર આધુનિક ગુજરાતનું સૌપ્રથમ ગદ્ય સાહિત્ય એવું વચનામૃત હંમેશા માટે ગૂંજતુ રહે તેવી અભ્યર્થના કરી હતી..
