Skip to main content
Settings Settings for Dark

આજે આણંદના તારાપુરમાં મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને સહાય અર્પણ કરાશે

Live TV

X
  • તાલુકાના 42 ગામોના 17 હજારથી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનામાં આવરી લેવાયા - દિલીપ રાણા, કલેક્ટર આણંદ

    આણંદ જિલ્લાના તારાપુર તાલુકા જનવિકાસ ઝૂંબેશના ત્રીસ દિવસમાં નોંધાયેલ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાકીય લાભો આપવાની તારાપુર ઇલા પાર્ક ખાતે રવિવારે યોજાનાર કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભો અર્પણ કરાશે. તારાપુર તાલુકાના કુલ ૪૨ ગામોની અંદાજે ૮૦ હજારની વસ્તીમાં મોટાભાગના લોકો મધ્યમ અને ગરીબ વર્ગના છે જેઓ સરકારની વિવિધ યોજનાકીય લાભો મેળવવા પાત્રતા ધરાવતા હોવા છતાં લાભ મેળવવામાં બાકી રહ્યા હોય તેવા હક્કદાર લાભાર્થીઓને શોધી કાઢી આધારપૂરાવા મેળવી તેઓને લાભ માટે હક્કદાર બનાવવા જિલ્લા કલેક્ટર દિલીપ રાણા અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારાપુર તાલુકામાં સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસ દરમિયાન ત્રીસ દિવસ ઝૂંબેશ ચાલી હતી. જેમાં ૪૫ હજાર કરતા વધુ ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની લાભાર્થીઓ તરીકે નોંધણી કરી હતી. તે પૈકીના ૧૭ હજારથી વધુ લાભાર્થીઓને સરકારી સેવાઓના પ્રમાણો હાથો હાથ અર્પણ કરવાનો કાર્યક્રમ તારાપુર ઇલા પાર્ક ખાતે આજે સવારે ૧૧ કલાકે યોજાશે.  તારાપુર જનવિકાસ ઝુંબેશના ભાગરૂપે કલેકટર દિલીપ રાણા દ્વારા તારાપુરના વિવિધ ગામોમાં રાત્રિ સભાઓ કરવામાં આવી હતી અને ગામના નાગરિકો, ગામના સ્થાનિક પદાધિકારીઓને સાથે રાખી  રૂબરૂ મળી સમજાવી ગરીબ જરૂરિયાતમંદ લોકોને જુદી જુદી યોજના હેઠળ લાભ લેવા માટે જાગૃત કરાયા હતા.

    કર્મચારીઓએ ઘેર ઘેર ફરી નોંધણી કરી
    તાલુકાના ૪૨ ગામો માટે ગામદીઠ વર્ગ-૧ના અધિકારીશ્રીઓને હવાલો આપીને તેઓની નીચે અન્ય અધિકારી/કર્મચારી, તલાટી મંત્રી/ ગ્રામસેવક, ગામના સ્થાનિક કર્મચારીઓ, મહિલા આરોગ્ય વર્કરો, આશાવર્કરો  સહિત, સૌ સાથે મળીને ગામે ગામ અને નાગરિકોના ઘર ઘર ફરી મુલાકાત લઈ 45 હજારથી વધુ લોકોને યોજનાઓ સાથે જોડીને નોધણી કરવામાં સફળતા મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply