Skip to main content
Settings Settings for Dark

રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ સુરેન્દ્રનગરની મુલાકાત લીધી

Live TV

X
  • સ્વામિનારાયણ મંદિરના 14માં વાર્ષિક પાટોત્સવમાં આપી હાજરી

    રાજ્ય સરકારમાં આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીએ સુરેન્દ્રનગરની મુલાકાત લીધી હતી..અહી તેઓ સ્વામિનારાયણ મંદિરના 14માં વાર્ષિક પાટોત્સવ અને શ્રીમદ સત્સંગી ભૂષણ સપ્તાહ પારાયણ કાર્યક્રમમાં હાજરી આપી હતી..સમારોહમાં સંબોધન કરતા કિશોર કાનાણીએ જણાવ્યુ હતુ કે રાજય સરકાર લોકોને વધુ સારી આરોગ્‍ય સુખાકારી પ્રાપ્‍ત થાય તે માટે કટીબદ્ધ છે, આ માટે મા અમૃતમ યોજના અને મા વાત્‍સલ્‍ય યોજના દ્વારા ગરીબ પરિવારો માટે ઘરનો આધાર બની વધુ સારી આરોગ્‍યલક્ષી સારવાર ઉપલબ્‍ધ બનાવી છે.’’ રાજયના એકપણ ગરીબ પરિવારના સભ્‍યનું સારવારના અભાવે મૃત્‍યુ ન થાય તેવી સરકારની નેમ છે, આ માટે સરકારે અનેકવિધ આરોગ્‍યલક્ષી યોજનાઓ અમલી બનાવી છે.તેમણે ઉમેર્યું હતું કે, ગરીબ પરિવારોને પણ સારામાં સારી હોસ્‍પિટલમાં આરોગ્‍યલક્ષી સારવાર મળી રહે તે માટે રાજય સરકારે અમલી બનાવેલ ‘‘ મા‘‘ કાર્ડનો અનેક પરિવારોએ લાભ લઈ તંદુરસ્‍ત આરોગ્‍ય પ્રાપ્‍ત કર્યું છે. જેનો લાભ અનેક દરિદ્રનારાયણો મેળવી રહયા છે અને ગરીબ અને મધ્‍યમ વર્ગના દર્દીઓ માટે સાચા અર્થમાં આશિર્વાદરૂપ બન્‍યું હોવાનું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 
     

    મંત્રીશ્રીએ મહાત્‍મા ગાંધીજીના સ્‍વચ્‍છ ભારતના નિર્માણના સ્‍વપ્‍નને પૂર્ણ કરવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શરૂ કરેલ સ્‍વચ્‍છતા અંગેના અભિયાનમાં સહુ કોઇને સહભાગી બનવા ઉપસ્‍થિતોને અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીના હસ્‍તે સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ ખાતે યોજાયેલ બ્‍લડ ડોનેશનમાં બ્‍લડ ડોનેટ કરનાર પૂ.દેવપ્રકાશ સ્‍વામી (વકિલ સ્‍વામી) ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતું. સ્‍વાગત પ્રવચન કૃષ્‍ણ વલ્‍લભદાસ કોઠારી સ્‍વામીએ કર્યું હતું. બાદમાં આરોગ્‍ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીએ સરકારી આયુર્વેદ હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી. તેમણે આયુર્વેદ હોસ્‍પિટલ ખાતે સ્‍ત્રી- પુરૂષ પંચકર્મ, યોગ વિભાગ, દવાખાનામાં દાખલ કરવામાં આવેલ દર્દીઓની મુલાકાત લીધી હતી અને અપાતી સારવાર અંગે જાણકારી મેળવી હતી. નવી આધુનિક સરકારી આયુર્વેદ હોસ્‍પિટલના નિર્માણ અંગે કરવામાં આવેલ કાર્યવાહીની વૈદ પંચકર્મ  ર્ડા.પી.પી. પરમાર પાસેથી જાણકારી પણ મેળવી હતી અને આ અંગેની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરી નગરજનોને વિશેષ આયુર્વેદ સુવિધા મળતી થાય તેવી તાકિદ કરી હતી. બાદમાં મંત્રીશ્રીએ સુરેન્દ્રનગરની મહાત્‍મા ગાંધી સરકારી હોસ્‍પિટલની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગાંધી હોસ્‍પિટલ ખાતે ડેન્‍ટલ વિભાગ, પ્રસુતી વિભાગ, ડાયાલીસીસ વિભાગ, પેથોલોજી લેબોરેટરી સહિત હોસ્‍પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે દર્દીઓ પાસેથી પણ અભિપ્રાય મેળવ્‍યા હતાં. આ મુલાકાત દરમિયાન શ્રી મહાત્‍મા ગાંધી સરકારી હોસ્‍પિટલના મુખ્‍ય જિલ્‍લા તબીબી અધિકારી ર્ડા. એન.બી. રાવલ સાથે રહી મંત્રીશ્રીને તમામ વોર્ડમાં અપાતી સારવાર અંગે વાકેફ કરવામાં આવેલ હતાં. મંત્રીશ્રીએ પણ હોસ્‍પિટલમાં સ્‍વચ્‍છતા, સફાઇ તેમજ દર્દીઓને કોઇપણ પ્રકારની મુશ્‍કેલી ન પડે તેની તકેદારી રાખવા અને હોસ્‍પિટલ કેમ્‍પસમાં વૃક્ષારોપણ કરવા પણ તાકિદ કરી હતી. આ પ્રસંગે લોકસભા સાંસદ ર્ડા. મહેન્‍દ્રભાઇ મુંજપરા, ધારાસભ્‍યશ્રી ધનજીભાઇ પટેલ, અધિક જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.બી.કે. વાઘેલા, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, જગદીશભાઇ મકવાણા, વર્ષાબેન દોશી, વિરેન્‍દ્રભાઇ આચાર્ય, પૂર્વી પરમાર, મનહરસિંહ રાણા, બકાભાઇ પરમાર સહિત વિશાળ સંખ્‍યામાં શહેરીજનો, ભકતજનો ઉપસ્‍થિત રહયા હતાં.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply