Skip to main content
Settings Settings for Dark

કમોસમી વરસાદને લીધે થયેલા નુકશાનની માહિતી માટે કચ્છમાં ચાલી રહી છે સર્વેની કામગીરી

Live TV

X
  • કચ્છમાં ચોમાસાની વિદાય બાદ પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે.જેને પગલે રાજ્ય સરકારે અનેક જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરાવી છે.કચ્છમાં ચાલી રહેલી સર્વેની કામગીરી દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી / વાય.આઈ.શિહોરા એ , જણાવ્યું હતું કે પાંચ તાલુકાઓમાંથી બે હજાર પાંચસો સાત જેટલી અરજીઓ વહીવટી તંત્ર અને વીમા કંપનીઓને મળી છે. જેમાંથી સૌથી વધુ અરજી રાપર અને ભચાઉથી મળી છે.જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી દિનેશ મેણાતે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર માસમાં પાક વિમા માટે ૮૦૦ અરજીઓ મળી હતી.ગત વર્ષે જિલ્લામાંથી ૧૯ હજાર ,૪૯૮ અરજીઓ મળી હતી. મહત્વપૂર્ણ છે કે વીમા કંપનીઓને સર્વે માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply