Skip to main content
Settings Settings for Dark

તાપી : વ્યારામાં ઓનલાઈન બસની ટિકિટ બુક કરાવવામાં 31 હજાર રૂપિયાની છેતરપિંડી

Live TV

X
  • તાપી જિલ્લાના વ્યારામાં એક યુવાનને ઓનલાઈન બસની ટિકિટ બુક કરાવવામાં 31 હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.વ્યારાના સ્ટેશન વિસ્તારમાં રહેતા સોહેલ ખાન પઠાણે મહારાષ્ટ્રના ઔરંગાબાદની બસ ટિકિટ બુક કરવવા માટે પુણા કુંભારિયા રોડ પર આવેલી મહિન્દ્રા ટુર્સ અને ટ્રાવેલ્સમાં ફોન કરીને ઔરંગાબાદની ત્રણ ટિકિટ બુક કરાવવાનું જણાવ્યું હતું.જ્યારે સામેવાળી વ્યક્તિએ ત્રણ ટિકિટના તેરસો પચાસ રૂપિયા બસમાં રોકડા જ્યારે વીસ રૂપિયા ઓનલાઈન મોકલવાનું કહ્યું હતું.કંપની દ્વારા આપવામાં આવેલી લીન્કમાં સોહેલે તમામ વિગત સાથે યુ.પી.આઈ. પીન સબમિટ કર્યું હતું.તેની સાથે જ ગણતરીની મિનિટોમાં ત્રણ વખત 10 હજાર અને ત્યાર બાદ એક હજાર મળીને કુલ એકત્રીસ હજાર રૂપિયા તેના બેંક ખાતામાંથી ઉપડી ગયા હતાં.છેતરપિંડીની આ ઘટનાને લઈને સોહેલે તાપી જીલ્લા પોલીસ વડાને લેખિતમા રજૂઆત કરી હતી. હાલ તો પોલીસે જસ્ટ ડાયલ મારફતે થયેલી છેતરપિંડી સંદર્ભે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply