Skip to main content
Settings Settings for Dark

અલંગમાં હોંગકોંગ કન્વેન્શનને અમલી બનાવવા ‘રીસાયકલીંગ ઓફ શીપ બીલ-૨૦૧૯' ને મંજૂરી

Live TV

X
  • સમગ્ર વિશ્વમાંથી રિસાયકલ માટે જે જહાજો ભાંગવા માટે મોકલાય છે તેમાંથી ૩૦ % જહાજો એકલા અલંગમાં જ મોકલવામાં આવે છે. આવા એશિયાના સૌથી મોટા અને જહાજોના કબ્રસ્તાન ગણાતા અલંગમાં હવે હોંગકોંગ કન્વેન્શનને અમલી બનાવવાને કેન્દ્રીય કેબીનેટ દ્વારા  “રીસાયકલીંગ ઓફ શીપ બીલ-૨૦૧૯” ને મંજુરી આપવામાં આવી છે. આ રીસાયકલીંગ મથક પર  સલામતી અને પર્યાવરણલક્ષી જાળવણી માટે હાલ ૯૫ % જેટલા પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબ આધુનિક મશીનો અને મુવેબલ ક્રેઇન સાથે સજ્જ થઇ ચુક્યા છે જયારે બાકીના પ્લોટો ગણતરીના દિવસોમાં તૈયાર થઇ જશે. અત્યારસુધી અલંગમાં માત્ર કાર્ગો-પેસેન્જર શીપ જ ભંગાણ માટે આવતા હતા પરંતુ હવે વૉરશીપ અને રીસર્ચ વેસલ્સ જેવા જહાજો પણ ભંગાણ માટે આવશે. વર્ષ ૧૯૮૩ થી આજસુધીમાં ૭૯૮૭ જેટલા જહાજો ભાંગવા માટે આવી ચુક્યા છે જેમાં ચાલુ વર્ષમાંજ અંદાજીત ૧૧૯ જેટલા જહાજો ભંગાણ માટે આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply