Skip to main content
Settings Settings for Dark

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા

Live TV

X
  • કોંગ્રેસના પૂર્વ નેતા ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.

    કોંગ્રેસના પૂર્વ નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પોતાના સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. બંન્ને નેતાઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

    પ્રદેશ ભાજપ કમલમ ખાતે બંન્ને નેતાઓ ભાજપમાં જોડાયા હતા. આ તકે મોટી સંખ્યામાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના સમર્થકો હાજર રહ્યાં હતા. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બંન્નેએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા હતી કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે બંન્ને ભાજપમાં જોડાઈ ગયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply