Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું કૌભાંડ આવ્યું બહાર

Live TV

X
  • પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હારેડા ગામ પાસેથી પંચમહાલ એસઓજી પોલીસે 3.69 લાખની જુદા જુદા દરની નકલી નોટો ઝડપી પાડી હતી.

    રાજ્યમાં નકલી ચલણી નોટો ઘુસાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હારેડા ગામ પાસેથી પંચમહાલ એસઓજી પોલીસે 3.69 લાખની જુદા જુદા દરની નકલી નોટો ઝડપી પાડી હતી. બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય એક આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો.પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાસેથી રૂપિયા 100ના દરની 2 હજાર 822 નોટો, રૂપિયા 200ના દરની 225 નોટો અને રૂપિયા 500ના દરની 85 નોટો મળી કુલ રૂપિયા 3 લાખ 69 હજાર 700 ની નકલી નોટો કબજે કરી હતી. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી એક ગાડી તથા મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતા. આ સમગ્રકેસ પર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply