વડોદરામાં સેવ ઉસળની દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
Live TV
-
વડોદરામાં પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલ સેવ ઉસળનાં અંદાજિત ૫૦૦ વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
વડોદરામાં પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલ સેવ ઉસળનાં અંદાજિત ૫૦૦ વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગનાં દરોડા પડતા શહેરમાં આવેલા તમામ સેવઉછળની લારીવાળા અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વિક્રેતાઓ પર તવાઇ પડતા જ ટપોટપ સેવઉછળની દુકાનો બંધ થવા માડી હતી. ચોમાસા ની ઋતુ માં આ સેવઉસળની ચટણી, બન અને અન્ય પદાર્થોથી બીમારી ફેલાવવાનો ભય રહે છે જેથી આ દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરા મહાનગર પાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સેવઉસળ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પાણી, મસાલા, ચટણી, સેવ, વટાણા સહિતની વસ્તુઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ વસ્તુઓના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. વડોદરા સેવઉસળનાં વેચાણ માટે પ્રખ્યાત છે અને વડોદરામાં સેવઉસળનાં 500થી વધુ વિક્રેતાઓ છે
