બનાસકાંઠાઃ હજ પઢવા જવાના નામે એક વ્યક્તિ સાથે છેતરપિંડી
Live TV
-
આલ્ફા ટ્રાવેલ્સ નામની કંપનીએ 105 હજયાત્રીઓને છેતર્યાની છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં હજ પઢવા જવાના નામે એક વ્યક્તિ સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આલ્ફા ટ્રાવેલ્સ નામની કંપનીએ 105 હજયાત્રીઓને છેતર્યાની છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.વડગામ તાલુકાના બસુ ગામથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો હજયાત્રાએ જતા હોય છે.આ વખતે હજ પઢવા માટે 105 લોકોએ આલ્ફા ટ્રાવેલ્સ કંપનીનો સંપર્ક કર્યો હતો.ટ્રાવેલ્સ સંચાલક દાઉદે દરેક હજયાત્રી પાસેથી વ્યક્તિદીઠ રૂપિયા 2.50 લાખ ઉઘરાવી લીધા હતા.પરંતુ જ્યારે હજયાત્રાની તારીખ આવી ત્યારે લોકોએ ટ્રાવેલ્સ સંચાલક દાઉદનો સંપર્ક કર્યો હતો તેનો ફોન બંધ આવતો હતો.અને તેની ઓફિસ પર તાળુ મારેલું હતું.ગ્રામજનોને મોટી છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.હાલ છાપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
