રાજ્યમાં અત્યાર સુધી માત્ર 20 ટકા વરસાદઃ હવામાન વિભાગ
Live TV
-
રાજ્યભરની વાત કરીએ તો રાજ્યમાં 80 ટકા વરસાદની ખેંચ છે.
રાજ્યના અમુક સ્થળો પર અતિસાર છે, તો ક્યાંક વરસાદની ખેંચ છે. પણ રાજ્યભરની વાત કરીએ તો રાજ્યમાં 80 ટકા વરસાદની ખેંચ છે. હવામાન વિભાગ દ્વાર જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 20 ટકા જ વરસાદ જ નોંધાયો છે. આ સાથે આગામી પાંચ દિવસનું અનુમાન જાહેર કરતા કહેવામાં આવ્યું છે કે, રાજ્યના આકાશ પર વાદળ છાયું વાતાવરણ રહેશે. અને અમુક વિસ્તારોમાં સામાન્ય કે હળવા વરસાદની સંભાવના છે. પણ ભારે વરસાદની આગાહી નથી. ઉપરાંત કેરળ અને અરબી સમુદ્ર્ ઉપરાંત સાઉથ એશિયાના અમુક વિસ્તારોમાં માછીમારો દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે.
