Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં પતંગ ઉડાડવા બદલ ગુજરાતનું નામ વિશ્વ રેકોર્ડ ગિનીસ બુકમાં નોંધાયું

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રારંભ

    ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે પહેલા દિવસે મોટી સંખ્યામાં પતંગ ઉડાડવાનો વિશ્વ રેકોર્ડ ગિનીસ બુકમાં નોંધાયો છે. અમદાવાદમાં આજે  આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રારંભ થયો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત પતંગ મહોત્સવનું  ઉદ્ઘાટન કર્યું હતું. આ વખતે આ ફેસ્ટિવલ G20ની  એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય  થીમ પર આયોજિત કરવામાં આવી રહ્યો છે. મહોત્સવનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પતંગ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 625 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. આ ઉદ્યોગ 1 લાખ 30 હજાર લોકોને રોજગાર આપી રહ્યો છે. G20 દેશો સહિત લગભગ 68 દેશોના પતંગબાજો તેમના અનોખા પતંગો સાથે મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં G20 લોગોનું સ્ટેટિક ડિસ્પ્લે, પતંગનો ઈતિહાસ દર્શાવતો થીમ પેવેલિયન અને પતંગ બનાવવા અને ઉડાડવાનો વર્કશોપ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં શામેલ છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, દ્વારકા, સોમનાથ, ધોરડો અને કેવડિયામાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply