આ મહિનાના અંત સુધીમાં રાજ્યના 4 મહાનગરોમાં એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ થઈ જશે
Live TV
-
અમદાવાદમાં 711 , રાજકોટમાં 200 સીસીટીવી , સુરતમાં 715 તો વડોદરામાં 1500 સીસીટીવીથી મેમો જનરેટ થશે.
આ મહિનાના અંત સુધીમાં રાજ્યના 4 મહાનગરોમાં એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ થઈ જશે. આરંભે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં સિસ્ટમ અમલી થશે. દેશનો કોઈપણ નાગરિક ટ્રાફિકના નિયમોનું ઉલંઘન કરશે તો તેનો મેમો સીધો તેના મોબાઈલ નંબર અને સરનામા પર પહોંચી જશે. ગુજરાતનો નાગરિક અન્ય રાજ્યમાં ટ્રાફિકના નિયમો તોડશે તો તેનો મેમો પણ ગુજરાતના તેના સરનામા પર પહોંચી જશે. સરકાર એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ આગળ વધી રહી છે. ટ્રાફિક નિયમના ભંગ બદલ ચલણ ઘરે આવશે અને મોબાઇલ નંબર પર એસએમએસ થશે. મેમો જનરેટ થયા પછી 90 દિવસ સુધી જો દંડ નહી ભરવામાં આવે તો કેસ કોર્ટમા જશે અને ત્યાં કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે.
