Skip to main content
Settings Settings for Dark

આજથી અમદાવાદમાં "મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ" અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ

Live TV

X
  • અમદાવાદમાં "મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ" અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરી, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુભાષ બ્રિજ સ્થિત કોવીડ ટેસ્ટિંગ ડોમની મુલાકાત લીધી

    રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને લોકજાગૃતિ વધે તે હેતુથી આજથી અમદાવાદમાં "મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ" અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. અમદાવાદ ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આર.ટી.ઓ સર્કલ, સુભાષ બ્રિજ સ્થિત કોવીડ ટેસ્ટિંગ ડોમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ મોટેરા ખાતે પહોંચી ત્યાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરી હતી. 
    આ અભિયાન અંતર્ગત અમદાવાદના મેયર કીરીટ પરમાર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મ્યુનિપલ કમિશનર દિલીપ રાણા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળમાં જનહિતને નજર સમક્ષ રાખી આરોગ્યલક્ષી કોઈ પણ સમસ્યાને ઉકેલવા રાજ્ય સરકાર નિરંતર કાર્યરત છે. રાજ્યના શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે તેવા ઉદ્દેશથી દરેક વોર્ડને કોરોના મુક્ત કરવાની રાજ્ય સરકાર દ્વારા પ્રશંસનિય પહેલ કરવામાં આવી છે. ત્યારે અભિયાન અન્વયે વાડજ ખાતે વેકસીન કેમ્પમાં સ્વદેશી રસી લેવા સૌ નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply