Skip to main content
Settings Settings for Dark

આજે દેશભરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

Live TV

X
  • ગુરુગોવિંદ દોનો ખડે કીસે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય. કહેવાય છે કે ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઉંચુ હોય છે. ગુરુના મુખમાંથી નિકળેલ દરેક શબ્દ ભકત માટે આશીર્વાદ સમાન હોય છે. ગુજરાતમાં પણ એવા ઘણા ગુરુઓ છે જે આ ગુજરાતની ધરાને ધન્ય બનાવે છે.

    ગુરુગોવિંદ દોનો ખડે કીસે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય. કહેવાય છે કે ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઉંચુ હોય છે. ગુરુના મુખમાંથી નિકળેલ દરેક શબ્દ ભકત માટે આશીર્વાદ સમાન હોય છે. ગુજરાતમાં પણ એવા ઘણા ગુરુઓ છે જે આ ગુજરાતની ધરાને ધન્ય બનાવે છે. ગુરૂ-શિષ્યના મહિમા ગાતા પર્વ ગુરૂપૂર્ણિમાની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. વિસનગરના સદુથલા ગામે ગુરુ ઉમેદપુરીના મંદિરે આજે વિશેષ મેળાનો માહોલ જામ્યો હતો. તથા નાથજી પંથના આશ્રમ રામદેવપીર મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. આજે દરેક વ્યક્તિ પોતાના ગુરુના ચરણોમાં શીશ નમાવી ગુરુપૂજન કરી ઋણ અદા કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે લાખો લોકોના ગુરુ એવા બજરંગદાસ બાપાના ચરણોમાં શીશ નમાવવા મોટી સંખ્યામાં ભાવિકો પુણ્ય ભૂમિ બગદાણા પહોંચ્યા છે, જો કે મોડી રાત્રીથી જ ભાવિકો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો અને સવાર થતા જ બગદાણામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે આણંદના બોચાસણમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામીના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી થઇ રહી છે. મોટી સંખ્યામાં દેશ વિદેશના ભક્તો પૂ. મહંત સ્વામીના દર્શન માટે આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply