ભૂજના માનકૂવા નજીક સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં 12 લોકોના મોત
Live TV
-
ભુજના માનકૂવા નજીક સર્જાયેલાં ટ્રીપલ અકસ્માતમાં 12 લોકોનું મૃત્યુ થયું હતુ. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. ઓવરટેક કરવા જતાં ટ્રકે , છકડા અને બાઈકને સામેથી ટક્કર મારી હતી , અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ભુજના માનકૂવા નજીક સર્જાયેલાં ટ્રીપલ અકસ્માતમાં 12 લોકોનું મૃત્યુ થયું હતુ. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. ઓવરટેક કરવા જતાં ટ્રકે , છકડા અને બાઈકને સામેથી ટક્કર મારી હતી , અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકો , મધ્યપ્રદેશના વતની અને ગરીબ શ્રમજીવીઓ છે. મૃતકો એક બાઈક અને છકડામાં બેસીને , માતાના મઢના દર્શન ગયા હતા. દર્શન કરી તેઓ પરત આવી રહ્યા હતા , ત્યારે માનકૂવા નજીક ડાકડાઈ પાટીયા પાસે , સામેથી ધસમસતી આવતી ટ્રકે તેમને ટક્કર મારી હતી , અને અકસ્માત સર્જ્યો હતો. મૃતકોમાં 5 પુરુષો, 3 સ્ત્રીઓ , અને 3 બાળકોને સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે , ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
