આજે મહા વાવાઝોડું પોરબંદર-દીવ પાસે ટકરાય તેવી સંભાવના: હવામાન વિભાગ
Live TV
-
ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ
ગુજરાત પર મહાચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલ તોફાન નબળું પડ્યું હોય તેવા પણ અણસાર મળી રહ્યા છે. મહા ચક્રવાત ગુરૂવારે દીવ અને પોરબંદરના દરિયા વચ્ચે ટકરાઈ શકે છે. આ દરમિયાન 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. સંભવીત ચક્રવાત મહાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. NDRFની ત્રીસથી વધુ ટીમ રાજ્યમાં તૈનાત કરી દેવાઈ છે. જેમાંથી દીવ, વેરાવળ, સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા જેવા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં આ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વાયુ સેનાના એરક્રાફ્ટને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ સંભવીત ગંભીર પરિસ્થિતિને પહોંચી વળાય
અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની અસર ધીમી થઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું દીવનાં દરિયાકાંઠા પાસે ટકરાઇ શકે છે. ત્યારે આજે વાવાઝોડાનાં અંતરની વાત કરીએ તો મહા પોરબંદરનાં દરિયાથી 480 કિલોમીટર દૂર છે, વેરાવળનાં દરિયા કિનારાથી 520 કિમી દૂર છે જ્યારે દીવનાં દરિયાકિનારેથી 570 કિમી દૂર છે. વાવાઝોડાએ વળાંક લીધા બાદ 100 કિમીનું અંતર વાવાઝોડાએ કાપ્યું છે. જેના કારણે 7 નવેમ્બરનાં રોજ એટલે ગુરૂવારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરા સહિત અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 નવેમ્બરથી હવામાન સામાન્ય થઈ શકે છે.
''મહા'' ચક્રવાતનું જોર ઘટ્યું છે. હવામાન ખાતાની તાજા માહિતી પ્રમાણે, આજે દીવ કાંઠે ટકરાવાની સંભાવના છે. ગુજરાત દરિયાકાંઠે અને અરબી સમુદ્રકાંઠે પવન ફૂંકાવા સંભવ છે. અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, સુરત, ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે..
આવનારા ચક્રવાત મહાને લઇને તંત્ર સજજ થઇ ગયું છે. સંઘ પ્રદેશ દીવમાં NDRF ની બે ટિમ પહોંચી ગઇ છે.દરિયા કિનારેના ધોધલા ગામમાં આવેલા બીચનું નિરીક્ષણ કરીયું હતું. નીચાણ વાળા વીસ્તારો ખાલી કરવા લોકોને જાણ કરી દેવામાં આવી છે.માછીમારો દરિયામાં ન જવાની સલાહ કરવા માટે રૂબરૂ મુલાકાત કરવા આવી છે લોકો દરીયા કિનારે થી દુર કરવામાં આવી રહ્યા છે.ચક્રવાતને પહોંચી વળવા માટે તંત્ર અંગેની તૈયારીઓ અંગે દિવ જિલ્લા કલેક્ટરશ્રીએ માહિતી આપી હતી..
