Skip to main content
Settings Settings for Dark

મહા વાવાઝોડાના લીધે ઉભા થયેલા પડકારને પહોંચી વળવા રાજય સરકાર સજજ - CM

Live TV

X
  • NDRFની 15 ટીમો તૈનાત કરાઈ, વધુ ટીમો કેન્દ્ર પાસેથી મંગાવાશે

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, મહાવાવાઝોડાના લીધે ઉભા થયેલા પડકારને પહોંચી વળવા રાજય સરકાર સજજ છે અને જાનમાનલની ખુવારી ટાળવા અગમચેતી ભરી કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભૂજ નજીક બળદીયા ગામે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે તેમણે વાત કરી હતી. અને કહ્યું હતું કે, એન.ડી.આર.એફની 15 ટૂકડી તૈનાતકરાઇ છે અને વધુ 15 ટૂકડી કેન્દ્ર સરકાર પાસે માંગવામાં આવી છે. શ્રી રૂપાણીએ હવામાન ખાતાને ટાંકતા કહ્યું હતું કે, વાવાઝોડાની તિવ્રતા ઘટી રહી છે એટલે સૌરાષ્ટ્રના કાંઠે પહોંચતા તે નબળું પડી જવાનું છે. તમામ જિલ્લા કલેકટર તથા મામલતદાર કક્ષાના અધિકારીઓને 24 કલાક ખડેપગે રહેવા આદેશ અપાયા હોવાનું પણ જણાવ્યું હતું. દવાનાપૂરતા જથ્થા સાથે દવાખાના સજજ કરાયા છે, તો વીજપ્રવાહ શરૂ કરી શકે તેવી  ઇમરજન્સી ટીમ તૈયાર કરાઇ હોવાનું તેમણે ઉમેર્યુંહતું. માવઠું થતા ખેતપેદાશનું નુકશાન વેઠવું પડ્યું હોય તેવા દરેક ખેડૂતને ધારાધોરણ મુજબ સહાય અવશ્ય મળશે તેમ પણ શ્રી રૂપાણીએ જણાવ્યું હતું..

    ગુજરાત પર મહાચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.. હાલ તોફાન નબળું પડ્યું હોય તેવા પણ અણસાર મળી રહ્યા છે.. મહા ચક્રવાત ગુરૂવારે દીવ અને પોરબંદરના દરિયા વચ્ચે ટકરાઈ શકે છે.. આ દરમિયાન 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે.. સંભવીત ચક્રવાત મહાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે..  NDRFની ત્રીસથી વધુ ટીમ રાજ્યમાં તૈનાત કરી દેવાઈ છે. જેમાંથી દીવ, વેરાવળ, સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા જેવા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં આ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.. આ ઉપરાંત વાયુ સેનાના એરક્રાફ્ટને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે.. એટલે કે કોઈ પણ સંભવીત ગંભીર પરિસ્થિતિને પહોંચી વળાઈ.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply