Skip to main content
Settings Settings for Dark

કચ્છ - અબજી બાપા સતામૃત મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આપી હાજરી

Live TV

X
  • મુખ્યમંત્રીએ સ્મૃતિવન પ્રોજેકટ, નર્મદાકચ્છ બ્રાંચ કેનાલ, ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ,ભુજોડી બ્રીજ ડેવલપમેન્ટ અને શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિ બાબતે સમીક્ષા હાથ ધરી

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસના કામો ઝડપ સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવા કચ્છ જિલ્લાના અધિકારીઓને અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે લોકોને હવે ઝડપી કામકાજ થાયતેવી અપેક્ષા છે ત્યારે ફાસ્ટટ્રેક ગર્વનમેન્ટની કાર્યપદ્ધતિને ચરિતાર્થ કરવા સંબંધિત વિભાગોએ પણ વિકાસ કામો નિર્ધારીત સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવાની માનસિકતા કેળવી પડશે. બળદીયા મુકામે વચનામૃત દ્વિશતાબ્દી અને અબજીબાપા શતામૃત મહોત્સવ પ્રસંગે કચ્છની એક દિવસની મૂલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સ્મૃતિવન પ્રોજેકટ, નર્મદાકચ્છ બ્રાંચ કેનાલ, ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ,ભુજોડી બ્રીજ ડેવલપમેન્ટ અને શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિ બાબતે સમીક્ષા હાથ ધરી હતી.તેમણે કચ્છને ઘાસચારા માટે સ્વાવલંબી બનાવવા વન વિભાગની કામગીરીની પણ વિગતો મેળવી આક્ષેત્રે નકકર કામ કરવા ખાસ ભાર મૂકયો હતો. આઉપરાંત ઘાસ સંગ્રહ માટેના ગોડાઉન ઊભાં કરવાના કામોની પણ સમીક્ષા કરી હતી. બન્ની વિસ્તારમાં ઘાસ-વાવેતર અંગે પણ તેમણે ઊંડો રસ લઇ પડતર જમીનમાં ઘાસ ઉગાડવા પ્લોટનકકી કરી જરૂર પડે એક્ષપર્ટને સાથે રાખી સમગ્ર કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
apply