Skip to main content
Settings Settings for Dark

મહા વાવાઝોડાને પગલે NDRFની ટીમ પોરબંદર અને ભાવનગર પહોંચી

Live TV

X
  • જામનગરમાં એનડીઆરએફની સાત ટીમોનું આગમન થયું છે. તો દીવમાં પણ એનડીઆરએફની બે ટીમ આવી પહોંચી છે.

    ગુજરાતના દરિયાકાંઠો મહા વાવાઝોડાની અસર હેઠળ આવવાનો હોઈ રાજ્યભરનું તંત્ર હાઈએલર્ટ પર છે. ભાવનગર કલેકટરે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી તેમને એલર્ટ રહેવા તાકીદ કરી છે. ઉપરાંત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે તેમ તેમણે જણાવ્યું છે. સાથે સાથે એનડીઆરએફની એક ટુકડી પણ ભાવનગર આવી પહોંચી છે. જ્યારે ઘોઘા બંદરે માછીમારોને દરિયામાં ન જવા તેમજ દરિયાકાંઠે પણ ન જવા તેમજ સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી રહી છે. ખાસ કરીને દીવથી દ્વારકા સુધીનો પટ્ટો ઉપરાંત સોમનાથ,વેરાવળ,જાફરાબાદ ભાવનગર સહિતના દરિયાકાંઠે "મહા" નામનું વાવાઝોડુ ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે ભાવનગર કલેકટર દ્વારા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી વાવાઝોડાને પહોંચી વળવા તેમજ જાનમાલને કોઈ નુકસાન ન પહોંચે તે માટે સતર્ક રહેવા જણાવાયું છે. વાવાઝોડા સમયે ભાવનગર દરિયાકાંઠે ભારે વરસાદની પૂરી શક્યતા છે. જેને લઇને જરૂર પડે તો દરિયાકાંઠા વિસ્તારના ૮ થી ૧૦ ગામોને સ્થળાંતર કરવા ઉપરાંત વીજ પૂરવઠો જળવાઈ રહે તેમજ વાહન વ્યવહાર પ્રભાવિત ન થાય સાથે જ લોકોને આરોગ્યની પૂરતી સેવા મળી રહે જેવી તમામ બાબતે વિવિધ વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ અલંગ કે જ્યાં મજૂરો કામ કરતા હોવાથી તેમને સલામત સ્થળે ખસેડવા આદેશ આપી દેવામાં આવ્યો છે. સાથે સાથે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરમિયાન જામનગરમાં એનડીઆરએફની સાત ટીમોનું આગમન થયું છે. તો દીવમાં પણ એનડીઆરએફની બે ટીમ આવી પહોંચી છે.

    દિવથી દ્વારકા સુધીના દરિયા કિનારાને હાઇ એલર્ટ કરી દેવાયો
    અરબી સમુદ્રમાં સર્જાયેલ મહા વાવાઝોડાના પગલે દિવથી દ્વારકા સુધીના દરિયા કિનારાને હાઇ એલર્ટ કરી દેવાયો છે. વાવાઝોડુ પોરબંદરના દરિયામાં હીટ કરે તેવી શક્યતાના પગલે પોરબંદરના 31 ગામો અને 2 શહેરોના 5000 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે. જોકે વાવાઝોડાની ગતિ ઘટી જતા અને ફોકસ વેરાવળ તરફ થતા પોરબંદરને ઓછા નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી આગાહી મુજબ આ વાવાઝોડુ 7 તારીખે પરોઢીયે પોરબંદરમાં 80 કિલોમીટર પ્રતિકલાકની ગતિએ ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. તાજી આગાહી મુજબ આ વાવાઝોડાનું ફોકસ સાઉથ તરફ વધારે જોવા મળતા તેનો ફોકસ એરિયા થોડો વેરાવળ તરફ ફંટાતા પોરબંદરને ઓછા નુકશાનની શકયતા દર્શાવવામાં આવી રહી છે. તેમ છતાં પોરબંદર જીલ્લામાં જીલ્લા વહિવટી તંત્ર દ્વારા સાવચેતીના ચાંપતા પગલા લેવામાં આવી રહ્યા છે. જીલ્લાના 31 ગામો અને 2 નગરપાલિકા વિસ્તારોમાંથી 5000 જેટલા લોકોને 15 જેટલા આશ્રય સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવશે.,. તે ઉપરાંત પોરબંદરનો નેશનલ હાઇવે કોસ્ટલ હાઇવે હોઇ હાઇવે પર કામ કરતા 120 મજૂરોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply