Skip to main content
Settings Settings for Dark

મધ્ય ગુજરાત - મહા વાવાઝોડાને લઈને ખંભાતના 15 ગામોમાં એલર્ટ, કલેક્ટરે યોજી બેઠક

Live TV

X
  • વડોદરાથી એક એસડીઆરએફની ટીમ ખંભાતના અખાતમાં મોકલાઈ

    મહા વાવાઝોડાએ અરબ સાગરમાં મંગળવારે સવારે ગુજરાત તરફ ટર્ન લીધો છે, સાથે તેની ગતિમાં ઘટાડા સાથે નબળું પડ્યું હોવાનું અવલોકન પણ હવામાન ખાતાએ કર્યુંં છે. મહા વાવાઝોડું વધુ નબળું પડીને 7મી નવેમ્બરે વહેલી સવારે સાઈક્લોનિક સ્ટોર્મ સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થાય તેવી શક્યતા છે.એવામાં મધ્ય ગુજરાતના આણંદ-ખેડામાં ભારે વરસાદની શક્યતા છે. આણંદ જિલ્લા કલેકટર દિલીપ રાણા દ્વારા 15 જેટલા ગામો માટે વર્ગ1ના અધિકારીઓને લાયઝન ઓફિસર તરીકે જવાબદારી સોંપી છે.આ અધિકારીઓ જે તે ગામે ગ્રામ જનો સાથે રહેશે.ગ્રામજનોના હિતમાં જરૂરી કામગીરી કરશે.જેમાં નિમાયેલા અધિકારીઓ સાથે કલેકટર દિલીપ રાણાએ બેઠક યોજીને સંભવિત મહા વાવાઝોડાને પગલે બચાવ, રાહત, અને સ્થળાંતર સંદર્ભે માર્ગદર્શન કર્યું હતું. ખંભાત પંથકમાં 70 થી 90 કિમીની ઝડપે ચક્રાવત ફુંકાવવાની સંભાવના છે. તેમજ પૂનમ નજીક હોવાથી દરિયામાં વાવાઝોડાના પગલે દરિયાના પાણી મહિનદીમાં આગળ ધપે તેવી સંભાવના છે.તેને ધ્યાને લઇને વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને ખંભાત તાલુકાના 15 ગામો અને મહીકાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.દરેક ગામોમાં પંચાયત દ્વારા નોટીસ બોર્ડ સુચના મુકીને ગ્રામજનો સાવચેત કરવામાં આવ્યા છે.

    ખંભાતના 16 ગામો અને અન્ય વિસ્તારમાં માર્ગ જોખમી વૃક્ષો હટાવી લેવાની કામગીરી હાથ ધરાઈ છે. દિવસ દરમિયાન 60થી વધુ જગ્યાએ જોખમી વૃક્ષો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.તેમજ આરએફઓની ટીમ સતત તેના રાખવામાં આવશે. ખંભાત વિસ્તાર માટે SDRFની 1 ટીમ ફાળવાઈ છે. મીઠાના શ્રમિકોને સલામત સ્થળે ખસેડાયા તથા ડીઝલનો જથ્થો પૂરતો રાખવા સૂચના અપાઈ છે. તેઓ માટે જેતે ગામની પ્રાથમિક શાળાઓ રહેવાની વ્યવસ્થા કરાઈ છે. તેમજ પાણી પુરવઠા દ્વારા દરેક આશ્રયસ્થાનો પર 20 વધુ પાણીના જંગની વ્યવસ્થા કરાઈ છે.ખંભાત શહેર ના શાસ્ત્રીનગર વિસ્તાર ના માછીમારોને અગામી 5 થી 7 નવેમ્બરના રોજ માછીમારી માટે દરિયામાં ન જવા જિલ્લા મત્સ ઉદ્યોગ અધિકારી દ્વારા સમજણ આપવામાં આવી હતી.ખંભાત પંથકમાં 70 થી 90 કિમીની ઝડપે ચક્રાવત ફુંકાવવાની સંભાવના છે. જેથી કરીને ભારે પવનમાં કોઇ મોટી ઘટના ન સર્જાય તે હેતુસર આણંદ સહિતના શહેર અને મુખ્ય હાઇવે, ચોકડીઓ પર લગાવવામાં આવેલા તોતીંગ ભયજનક હોર્ડિંગબોર્ડ ઉતારી લેવાની નગરપાલિકા તંત્ર અને વહીવટી તંત્રને સુચના આપવામાં આવી છે. જેના પગલે તંત્ર દ્વારા ભયજનક હોર્ડિંગબોર્ડ ઉતારવાની કામગીરી હાથધરી દેવામાં આવી છે.

    વાવાઝોડાને કારણે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, અમદાવાદ, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સાથે પ્રતિ કલાક 70થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply