Skip to main content
Settings Settings for Dark

મહા ચક્રવાતને પગલે નવસારી,વલસાડ,સુરતમાં વહીવટીતંત્ર એલર્ટ, NDRFની 5 ટીમ તૈયાર

Live TV

X
  • દરિયા કિનારે ફરવા કે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

    નવસારી જિલ્લામાં પણ મહા ચક્રવાતને પગલે વહીવટીતંત્ર એલર્ટ થયું છે... મંગળવારે એન.ડી.આર.એફ. ની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે.. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયા કિનારે ફરવા કે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે .. ચક્રવાતની સંભાવનાને લઈને 52 કિલોમીટર દરિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે સાથેજ અરબીસમુદ્રમાં તોફાન મચાવી રહેલું મહા વાવાઝુડું ગુજરાતમાં આવે એવી શક્યતાને જોતા નવસારી જિલ્લા તંત્ર સતર્ક થઈ ગયું છે વધુમાં તંત્ર દ્વારા દરિયા કાંઠે આવેલા 32 ગામના લોકોને પણ સાવધાન રહેવા જણાવાયું છે.. 

    ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે 3 દિવસ બંધ 
    દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ-વાપી-દમણ, ઓલપાડ સહિત 100થી વધુ ગામોના લોકોને પણ તંત્ર દ્વારા સાબદા રહેવા તાકિદ કરાઈ છે. પ્રતિ કલાક અંદાજીત 50 કિ.મી.ની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂંકાવાની અને વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સમુદ્રમાં ગયેલી મોટા ભાગની બોટો પરત ફરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે 3 દિવસ બંધ કરી દેવામાં આવ્યો છે..વાવાઝોડાને કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા ડુમસના દરિયા કિનારે બેનરો પણ લગાવવામાં આવ્યા છે

    એનડીઆરએફની ટીમે વલસાડના દરિયા કિનારે મુલાકાત લીધી
    મહા વવાઝોડાની અગાહીને લઈને એનડીઆરએફની ટીમે વલસાડના દરિયા કિનારે મુલાકાત લીધી હતી. વાવાઝોડાની આગાહીને લઈને વલસાડના તિથલ બીચને 2 દિવસ માટે પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમને જિલ્લામાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply