Skip to main content
Settings Settings for Dark

મહા વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર સતર્ક, PM મોદીએ સ્થિતિની કરી સમીક્ષા 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ ભારતમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિની કરી સમીક્ષા.

    ગુજરાત પર મહાચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલ તોફાન નબળું પડ્યું હોય તેવા પણ અણસાર મળી રહ્યા છે. મહા ચક્રવાત ગુરૂવારે દીવ અને પોરબંદરના દરિયા વચ્ચે ટકરાઈ શકે છે. આ દરમિયાન 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 

    વાવાઝોડું 7 નવેમ્બરે બપોરે દીવ અને પોરબંદર વચ્ચે ગુજરાતના દરિયાકિનારેથી પસાર થાય તેવી શક્યતા છે. જો કે દરિયાકિનારે ટકરાતા પહેલા વાવાઝોડું શાંત પડે તેવી પણ શક્યતા છે. 

    સંભવીત ચક્રવાત મહાને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. NDRFની ત્રીસથી વધુ ટીમ રાજ્યમાં તૈનાત કરી દેવાઈ છે. જેમાંથી દીવ, વેરાવળ, સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા જેવા કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં આ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. 

    આ ઉપરાંત વાયુ સેનાના એરક્રાફ્ટને અને નૌ સેનાને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે, કે જેથી કોઈ પણ સંભવીત ગંભીર પરિસ્થિતિને પહોંચી વળાય. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply