Skip to main content
Settings Settings for Dark

આજે લાભપાંચમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યા માં અંબાના દર્શન

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાભપાંચમની વહેલી સવારે માં અંબાના મંદિરમાં માતાજીની મંગળા આરતી કરીને પુજા અર્ચના કરી હતી

    આજે લાભ પાંચમનો શુભ અવસર છે. ત્યારે શ્રદ્ધાળુઓ દેવસ્થાનોમાં દર્શન કરી શુભ મુહર્તમાં નવા વર્ષના કામની શરૂઆત કરતા હોય છે. ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ તેમના ધર્મપત્ની અંજલીબેન સાથે અંબાજી પહોંચ્યા હતા. લાભપાંચમની વહેલી સવારે માં અંબાના મંદિરમાં મંગળા આરતી કરી તેમણે માતાજીની પુજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટનાં વહીવટદાર એસ.જે ચાવડાએ માતાજીની પ્રતિમા સ્મૃતી ચિન્હ સ્વરૂપે મુખ્યમંત્રીને ભેટ આપી હતી. ત્યાર બાદ વિજય રૂપાણીએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજનાં આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી. ત્યાર બાદ તેમણે મંદિરનાં શિખરે 51 ગજની ધજા રોહણ કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતને રોલ મોડલ બનાવવાની સાથે ગુજરાત વિકાસની હરણફાળ ભરે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply