બાબરકોટ નર્સરી ખાતે સિંહનું સારવાર દરમિયાન મોત
Live TV
-
બાબરકોટ નર્સરી ખાતે સિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વનવિભાગ દ્વારા આ સિંહનું મોત ઇન્ફાઇટના કારણે થયાનું પ્રાથમિક કારણ દર્શાવ્યું છે.
રાજુલાના વાવેરા રાઉન્ડમાં કેટલાક દિવસ પહેલા ઇજાગ્રસ્ત સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. ઇજાગ્રસ્ત સિંહને વનવિભાગની ટીમે બાબરકોટ નર્સરી ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ બાબરકોટ નર્સરી ખાતે સિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વનવિભાગ દ્વારા આ સિંહનું મોત ઇન્ફાઇટના કારણે થયાનું પ્રાથમિક કારણ દર્શાવ્યું છે. આ સિંહની ઉંમર 2 વર્ષની હતી.
