રાજ્ય સરકાર દ્વારા 122 કેન્દ્ર પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ
Live TV
-
મગફળી ખરીદી પ્રક્રિયા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લીધું છે
દિવાળીની રજાઓ બાદ આજે લાભ પાંચમથી વિધિવત રીતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.મગફળી ખરીદી પ્રક્રિયા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.ત્યારે રાજ્યના કુલ 122 કેન્દ્ર પરથી મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરાઈ છે.સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે માગ કરી હતી.આ માગને રાજ્ય સરકારે સ્વીકારતાં મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
