મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરી અછતગ્રસ્ત કચ્છના કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા
Live TV
-
અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં પશુધન માટે ૪ રેલવે રેક તેમજ ટ્રકો દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડથી ઘાસચારો આવેલો છે તે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં મળ્યો છે કે નહિં તેની વિગતો જિલ્લા કલેક્ટર પાસેથી મેળવી હતી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દિપાવલી- નૂતન વર્ષના તહેવારોની રજાઓ બાદ આજે સરકારી કચેરીઓના કામકાજના પ્રથમ દિવસનો પ્રારંભ અછતગ્રસ્ત કચ્છ જિલ્લાની ઘાસચારા, પાણી પૂરવઠા તથા અન્ય કાર્યોની સર્વગ્રાહી સમીક્ષાથી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં પશુધન માટે ૪ રેલવે રેક તેમજ ટ્રકો દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડથી ઘાસચારો આવેલો છે તે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં મળ્યો છે કે નહિં તેની વિગતો જિલ્લા કલેક્ટર પાસેથી મેળવી હતી. કચ્છ જિલ્લા કલેક્ટરે મુખ્યમંત્રીશ્રીને આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે અછતગ્રસ્ત કચ્છ માટે ફાળવાયેલ ૩ કરોડ કિ.ગ્રા. ઘાસમાંથી ૧૧ નવેમ્બર- ૨૦૧૮ સુધીમાં જિલ્લા તંત્ર દ્વારા ૨ કરોડ ૮ લાખ ૩૪ હજાર કિ.ગ્રા. ઘાસનો ઉપાડ કરવામાં આવ્યો છે.
