Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

Live TV

X
  • ખંભાતમાં દિવ્યાગો માટે આજે મેગા દિવ્યાંગ સેતુ કાર્યક્રમ

    આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.. રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અનોખું ઉડાન અમારુ ત્રિ-દિવસીય પ્રદર્શન આજે ખુલ્લું મૂકવામાં આવશે. 
     વલસાડ જિલ્લામાં વિશ્વ વિકસાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીથી દિવ્યાંગ વિદ્યાર્થીઓની રેલી યોજાશે. આ રેલીને વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિયટલ ખાતે દિવ્યાંપગ સર્ટિફિકેટ તથા યુ.આઇ.ડી. કાર્ડ કાઢી આપવા માટે મેગા કેમ્પરનું આયોજન પણ કરાયું છે. એન.એ.બી. સંસ્થાા નનકવાડા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં યુ.આઇ.ડી. કાર્ડ તેમજ દિવ્યાં ગો માટેની સાધન સહાયનું વિતરણ કરવાની સાથે પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનું સન્માાન કરાશે. મોરબી જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાશે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે સવારે 10 વાગ્યે યુ.ડી.આઇ.ડી. કેમ્પ યોજાશે. જ્યારે સહાયક પ્રાદેશિક કચેરી દ્વારા બી.આર.સી. ભવન મોરબી ખાતે બપોરે દિવ્યાંગ લાઇસન્સની માહિતી અને પેન્શન સ્કીમ અંગે માહિતી અપાશે. જ્યારે હળવદ તાલુકાના સાપકડા ખાતે દિવ્યાંગો માટે રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. દરમ્યાન અન્ય જિલ્લાઓમાં પણ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યક્રમોનું આયોજન કરાશે. 

    ખંભાતમાં દિવ્યાગો માટે આજે મેગા દિવ્યાંગ સેતુ કાર્યક્રમ
    આજરોજ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે તેમજ ખંભાત તાલુકામાં હાથ ધરવામાં આવેલા જન વિકાસ ઝુંબેશના કાર્યક્રમ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ , સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના સીધા માર્ગદર્શન હેઠળ ખંભાતમાં દાળ ભાતિયા ચેરીટેબલ ટ્રસ્ટ હોલ, માદળા બાગ, વિવેકાનંદ સ્ટેચ્યુ, પાણિયારી પાસે ખાસ દિવ્યાંગો માટે મેગા દિવ્યાંગ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે..આ કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓને એક જ સ્થળેથી વિવિધ યોજનાકીય ફોર્મ ભરી આપવાની સાથે યુડીઆઈડી કાર્ડ રજીસ્ટ્રેશન અને દિવ્યાંગ પ્રમાણપત્ર આંકલન અને તપાસ કરી આપવામાં આવશે..કેમ્પમાં દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને દિવ્યાંગ ઓળખકાર્ડ, બસ પાસ માટેનું ફોર્મ ભરાવવું, દિવ્યાંગ સાધન સહાય વિતરણ, સંત સુરદાસ પેન્શન યોજનાનું ફોર્મ , દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ ભરાવવાની સાથો સાથે દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ, પાલક માતા-પિતા યોજના તથા બાળ કલ્યાણ યોજનાઓની જાણકારી આપવામાં આવશે..ઉપરાંત આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો,બેન્ક પાસબુક, પાસપોર્ટ સાઈઝના ફોટા ચાર નકલમાં સાથે લઈને આવવાનું જિલ્લાની એક યાદીમાં જણાવાયુ છે.વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે..

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply