Skip to main content
Settings Settings for Dark

તલાલાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Live TV

X
  • કેન્દ્રબિંદુ તાલાળાથી 10 કિ.મી. દૂર, આંચકાના પગલે લોકો ઘરોની બહાર દોડી આવ્યા

    ગીરસોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગત સાંજે 4 વાગીને 35 મિનિટે 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ તલાલા ગીરથી સાઉથ ઇસ્ટ 10 કિલોમીટર દૂર છે. જેમાં તાલાળાના ભેટાળી, લુંભા અને માથાસુરીયા ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. રાજ્યમાં કચ્છ અને તાલાળા બંને પંથકોમાં ફોલ્ટ લાઇન સક્રિય છે. કચ્છની વાગડ ફોલ્ટ લાઇનના કારણે અવારનવાર ભૂકંપ આવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જામનગર, તેમજ દક્ષિણ ગુજરાત અને તાલાળામાં મુખ્યત્વે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply