આણંદ : ખાનપુર ગામે છ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ
Live TV
-
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયા હતા.
આણંદ જિલ્લાના ખાનપુર ગામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન , મહિલા આરોગ્ય મેળો ,બ્લડ ડોનેશન કેમ્પ, અને૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મિતેષ ભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર, જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી. છારી, ચારુતર મંડળના ભીખુ ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ખાનપુર ગામે લોકોની આરોગ્ય ની ચકાસણી કરવામાં આવી હતી.ખાસ કરીને ને આ વિસ્તાર ની સગર્ભા મહિલાઓ ના આરોગ્ય ની સંપૂર્ણ ચકાસણી તબીબો દ્વારા કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના ખાનપુર ખાતેથી ૧૦૮ની છ એમ્બ્યુલન્સને સાંસદ મિતેષ ભાઈ પટેલ ,જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમારના શુભ હસ્તે ઝંડી બતાવી ગ્રામિણ વિસ્તારોમાં માટે કાર્યરત કરવામાં આવી હતી. આ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા આણંદ શહેર માટે ,પેટલાદ ,બોરસદ, સોજીત્રા, ખંભાત, તારાપુર માટે કાર્યરત રહેશે. આ પ્રસંગે ખાનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
