સંવિધાન દિવસ ઉજવણીનો પ્રસ્તાવ CM રૂપાણીએ વિધાનસભામાં કર્યો રજૂ
Live TV
-
સૌને સમાન તક સમાન હક આપતા બંધારણ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભામાં રજૂ કર્યો હતો. જેને વિપક્ષનું પણ સમર્થન મળ્યું હતું.
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સ્મરણાંજલિ આપવા પ્રધાનમંત્રીએ ૨૦૧૫થી દર વર્ષે તા. ર૬મી નવેમ્બરને ‘‘સંવિધાન દિવસ’’ તરીકે ઉજવવાનું જાહેર કરીને બંધારણને નવી ગરિમા બક્ષી છે, ત્યારે આ બંધારણ દિવસની ઉજવણી રાજ્યમાં પણ થાય તેવો મત મુખ્યમંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ અંગે કહ્યું કે, ‘‘વી ધ પીપલ ઓફ ઇન્ડીયા’’ આપણા બંધારણનો મુખ્ય હાર્દ છે અને સાથે જ ગાંધીજી અને સરદારના બંધારણ વિશેના શું મત હતા, તે અંગે પણ રજૂઆત કરી હતી.
