Skip to main content
Settings Settings for Dark

ગોધરાના ગુમ થયેલા યુવાનોના મૃતદેહ મેંદરડાથી મળી આવ્યા

Live TV

X
  • રામપુરા ગામમાં શોકનો માહોલ, ત્રણ યુવાનોના મોતથી પરિવારમાં ભારે ગમગીની

    પંચમહાલના રામપુરા ગામના ગુમ થયેલા યુવાનોની મૃતદહે જૂનાગઢથી મળી આવ્યા છે..રામપુરા ગામના યુવાનો ઈકો કાર લઈને જૂનાગઢના મેંદરડાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર તળામાંથી ડૂબેલી હાલતમાં મળી આવી હતી..જ્યારે કારમાં સવાર ચાર પૈકી ત્રણ યુવાનોના મૃતદેહો મળી આવ્યા છે જ્યારે એક યુવાનની શોધખોળ ચાલી રહી છે...ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર પહોચી ગઈ હતી..અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી..

    ગુમ થયેલા યુવાનો માટે પોલીસે 10 ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી.જેમાં રામપુરા ગામથી સૌરાષ્ટ્ર ફરવા નીકળેલા ચાર યુવાન જીગર પટેલ, મૌલિક પટેલ, પિનાકીન પટેલ અને મોહિત પટેલ નામના યુવાનોનો રવિવાર વહેલી સવારથી સંપર્ક કપાયો હતો..પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.ત્યારે પોલીસની તપાસમાં સામે આવ્યુ કે મેંદરડા રોડ પર ખડપીપળી ગામ પાસેના વેકરા નામના વોકળામાં ડૂબી જવાથી તેઓના મોત થયા છે..આ યુવાનો વીરપુર જલારામ બાપાના દર્શન કરી જૂનાગઢથી સોમનાથ દર્શન કરવા રવાના થયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply