Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતમાં 8 ચોરી કરનાર નેલ્લોર ગેંગના 3 સભ્યોને નવસારી LCBએ ઝડપી કાઢ્યા 

Live TV

X
  • નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં 8 જેટલા ચીલઝડપનાં ગુના કરી હાહાકાર મચાવનાર આંધ્રપ્રદેશનાં નેલ્લોર ગેંગના ત્રણ સભ્યોને નવસારી એલસીબીએ દબોચી લીધા હતા. પોલીસે આ ગેંગનાં ત્રણ સભ્યોની અટકાયત કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

    નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સિનિયર સિટીઝન અને મહિલાઓને ટાર્ગેટ બનાવી ચીલઝડપનાં ગુના કરી ઘટનાને અંજામ આપતા હતા ત્યારે બાતમી મળતાં નવસારી એલસીબી પોલીસ પીઆઈ વી.એસ.પલાસ અને સ્ટાફ ગ્રીડથી કાલીયાવાડી રોડ પર વોચ દરમિયાન બે બાઈક પર બાતમીવાળા યુવાનો આવતા અટક કરી હતી. 

    પોલીસે લાલ આંખ કરતા પકડાયેલ યુવાનોએ નવસારી જિલ્લામાં ૩, તાપી જિલ્લામાં- 1, સુરત શહેરમાં ૩ અને ભરૂચ જિલ્લામાં 8 જેટલી ચીલઝડપ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે 1 મોબાઈલ, રોકડા રૂ. 46010 અને બે બાઈક રૂ. 60 હજાર મળી કુલ રૂ.1.06 લાખનો મુદામાલ કબજે કર્યો હતો, જયારે આ ગેંગના એક સભ્યને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

    આરોપીઓ આંધ્રપ્રદેશના નેલ્લોરી જિલ્લાનાં હોય ગુનાને અંજામ આપવા એક જિલ્લામાં 6થી 8 માસ રોકાતા હતા આ યુવાનોએ પોતાના નામ સલમાન રામાલું ગુદદેડી (ઉ.વ.50) સલમાન રાજ ઉર્ફે ચિન્ના પ્રસંગી અકુલા (ઉ.વ. 28) અને વિજય નાગરાજ ગોગલા (ઉ.વ.26, તમામ રહે.થીપ્પા, જિ.નેલ્લુર આંધ્ર પ્રદેશ, હાલ રહે. કારેલીગામ, તા.પલસાણા, જિ. સુરત) હોવાનું જણાવતા તેમની પોલીસે અટક કરી હતી. જયારે આ ગેંગના એક સભ્યને વોન્ટેડ જાહેર કર્યો હોવાનું એસપી ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply