માલદીવની સંસદ પીપલ્સ મજલીસનું ઓલ પાર્ટી ડેલીગેશન ગુજરાતની મુલાકાતે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીની માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપ્લસ મજલીસના અધ્યક્ષ મોહમ્મદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપ્લસ મજલીસના અધ્યક્ષ મોહમ્મદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી. માલદીવમાં 87 સભ્યોનું સંખ્યાબળ ધરાવતી સંસદ પીપલ્સ મજલીસના આ ઓલ પાર્ટી ડેલીગેશનની ગુજરાત મુલાકાતનો હેતુ રાજ્યના સામુદ્રીક વેપાર, ઉદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયત્તાના અભ્યાસનો છે.
મુખ્યમંત્રીએ આ પ્રતિનિધિમંડળને જણાવ્યું કે, ઓલ પાર્ટી ડેલીગેશનનો આ પ્રવાસ ગુજરાત - માલદીવના પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ૧૬૦૦ કિ.મી. લાંબો સમૂદ્ર કિનારો ધરાવતા ગુજરાતના બંદરો ભારતની સામૂદ્રિક વેપાર પ્રવૃત્તિના પ્રવેશદ્વાર બન્યા છે તેની વિગતો આપતાં જણાવ્યું કે, શિપિંગ અને ફિશીંગ ઇન્ડસ્ટ્રીમાં માલદીવ-ગુજરાત વચ્ચે વિકાસની વિપૂલ સંભાવનાઓ રહેલી છે.
માલદીવ સંસદના અધ્યક્ષ શ્રી મોહમદ નશીદે પણ ગુજરાત સાથે ૧૭ મી ૧૮ મી સદીથી માલદીવના સામૂદ્રિક વેપાર વણજ સંબંધો છે તેમજ અન્ય દેશોમાંથી માલદીવના પ્રવાસે આવનારી સૌ પ્રથમ ગુજરાતી કોમ્યુનિટી હતી તેની યાદ તાજી કરી હતી.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતથી ફારઇસ્ટના દેશોમાં મોકલવામાં આવતી ચીજવસ્તુઓ-વેપાર વણજ બહુધા માલદીવના સમુદ્ર માર્ગે થઇને જ જાય છે. આ સંદર્ભમાં માલદીવ સંસદના અધ્યક્ષે માલદીવ ભારત ગુજરાત વચ્ચે દરિયાઇ માલવહન યાતાયાતના સંયોજનની દિશામાં ભારત સરકાર – ગુજરાત સરકાર બેય સકારાત્મક રીતે વિચારે તેવો અનુરોધ કર્યો હતો.
