વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો, અંબાજીમાં 11 ડિગ્રી તાપમાન
Live TV
-
વાદળછાયા વાતાવરણ વચ્ચે બે-ત્રણ દિવસ બાદ હજુ ઠંડીમાં વધારો થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
અરબી સમુદ્રની સક્રિયતા અને તેમાં ઉદભવતાં વિવિધ તોફાનોને લીધે ગુજરાતના હવામાન પર ઘણી અસર પડી છે અને કમોસમી વરસાદ પણ સહન કરવો પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગળના પાંચ દિવસોમાં ક્યાંય વરસાદ નહિં પડે, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના લીધે લો પ્રેશર એરીયા બનશે.
પવન ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તો ઠંડીના તીવ્ર મોજાના કારણે ઉત્તર ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠુઠવાયા હતા. અંબાજીમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને અમીરગઢમાં 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તેમજ દરિયા કિનારાના બંદરોમાં સીગ્નલ નંબર 1 લગાવવામાં આવ્યું છે.
