Skip to main content
Settings Settings for Dark

આણંદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અનોખી પિતૃ વત્સલ સંવેદના

Live TV

X
  • મુખ્યમંત્રીએ રવિવારે સવારે અચાનક જ કૃષ્ણા હોસ્પિટલ માં ટેલિફોન કરીને હોસ્પિટલના સંચાલક સાથે ગરીબ પરિવારના દીકરા હિતેન સોલંકી સારવાર અંગેની વિગતો મેળવી હતી, ગરીબ પરિવારની દયનીય સ્થિતિ જોઇ CM વિજય રૂપાણી થયા ભાવુક, લીધો આ મોટો નિર્ણય

    અલી સૈયદ, આણંદ : રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી રાજ્યના બાળકોના આરોગ્યને લઈને કેટલા સંવેદનશીલ છે તેનું ઉદાહરણ જોવા મળ્યું આણંદમાં ..ગત ૧૬-૧૧-૧૯ ના રોજ પેટલાદ તાલુકાના પંડોળી ગામના વતની અને છુટક કડીયાકામ કરતા દિનેશભાઈ સોલંકી પોતાના પુત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા અને રોડ પર કુતરું આડે આવતા દિનેશભાઈ પોતાના પુત્ર સાથે બાઈક પરથી રોડ પર પટકાતા દિનેશભાઈને હોઠના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોચી હતી, જયારે દીકરા હિતેનને મગજમાં ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે પેટલાદ હોસ્પીટલમાં ખસેડ્યો હતો. પંડોળી ગામના આઠ વર્ષના હિતેન સોલંકીને અકસ્માતે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેને કૃષ્ણા હોસ્પિટલ કરમસદમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. આ ગરીબ બાળકની સારવારનો મોટો ખર્ચ તેનો દરિદ્ર પરિવાર ઉઠાવી શકે તેમ ન હતો. માસૂમ જિંદગીનો સવાલ હતો. એ વખતે સારવારના ખર્ચ માટે મદદની સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી. અને જેને જોઇ રવિવારે સવારે મુખ્યમંત્રીનો હોસ્પિટલમાં ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, ખર્ચની ચિંતા ન કરશો હિતેનની સારામાં સારી સારવાર કરો. આ બાળકની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

    પેટલાદ તાલુકાના પંડોળી ગામના દિનેશ ભાઈ સોલંકીના પુત્ર હિતેનને હવે આજ હોસ્પિટલમાં સારામાં સારી આગળની સારવાર મળશે અને તેને નવજીવન મળશે. હવે એવો આશાવાદ સૌ કોઇ વ્યક્ત કરી રહ્યા છે. પંડોળી ગામે પણ પોતાના ગામના દીકરાની સારવાર માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલી કાળજીની વાત સાંભળીને ગ્રામજનો પણ લાગણી સભર બન્યા હતા.

    મુખ્ય મંત્રીએ રવિવારે સવારે અચાનક જ કૃષ્ણા હોસ્પિટલમાં ટેલિફોન કરીને હોસ્પિટલના સંચાલક સંદિપ દેસાઈ સાથે ગરીબ પરિવારના દીકરા હિતેન સોલંકીની સારવાર અંગેની વિગતો મેળવી હતી. વિજયભાઈ રૂપાણીએ કૃષ્ણા હોસ્પિટલ કરમસદના સી. ઇ. ઓ.ને દીકરા હિતેનને જરૂરી તમામ સારવાર આપવા અને સારામાં સારી સારવાર આપવા કહ્યું હતું. અને જલ્દી સ્વસ્થ થાય તે માટેના તમામ પ્રયાસો કરવા પણ અનુરોધ સાથે સમગ્ર સારવારનો ખર્ચ રાજ્ય સરકાર તરફથી કરાશે તેમ પણ ઉમેર્યું હતું.

    જ્યારે દીકરા ના પિતા અને માતા ને હોસ્પિટલ માં ખબર પડી કે પોતાના દીકરાની સારવાર માટે અને સારવાર તમામ ખર્ચ સરકાર તરફથી થશે અને આ માટે રાજ્યના મુખ્ય મંત્રી  વિજય રૂપાણી દ્વારા હોસ્પિટલના સંચાલકોને ફોન પણ કરાયો ત્યારે પરિવાર જનો બે હાથ જોડી અશ્રુ ભીની આંખે ભાવ પ્રગટ કર્યો હતો.તેઓ પાસે શબ્દ ન હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply