Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ ૧૬૫ ટકા કામગીરી પ્રથમ

Live TV

X
  • પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના હેઠળ ‛પેન્શન સપ્તાહ’ તા.૩૦/૧૧/૨૦૧૯ થી ૦૬/૧૨/૨૦૧૯ નો પ્રારંભ કરાયો હતો.

    ડાંગ જિલ્લાના આહવા ખાતે કલેકટર એન. કે. ડામોર અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હરેશ બચ્છાવતીની ઉપસ્થિતિમાં, પેન્શન સપ્તાહનો આરંભ કરવામાં આવ્યો હતો. 6 જાન્યુઆરી સુધી પેન્શન સપ્તાહની ઉજવણી થશે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, અને પ્રધાનમંત્રી લઘુ વેપારી માનધન યોજના હેઠળ મળતા પેન્શનના લાભ અંગે, માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના સંબંધમાં 165 ટકા કામગીરી પૂરી કરીને , ડાંગ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. આ પ્રસંગે શ્રમ અધિકારીઓ, વેપારી સંગઠન, અને લારી-ગલ્લા મંડળના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply