Skip to main content
Settings Settings for Dark

આયુષ્યમાન ભારતઃ ખેડા જિલ્લાના બે પરિવારોએ મેળવી નિઃશુલ્ક સારવાર

Live TV

X
  • આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો લાભ સમગ્ર દેશમાં લોકો મેળવી રહ્યા છે. તો ગુજરાતમાં પણ લોકોને આ યોજના મદદરૂપ થઈ રહી છે.

    ખેડા જિલ્લા નડિયાદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલિત ડોક્ટર એન્, ડી દેસાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આણંદ જિલ્લાના ડેમી ગામના 48 વર્ષના શકુંતલાબેને આ યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર મેળવી. 

    શકુંતલાબેનને છેલ્લા કેટલાક વખતથી શ્વાસની બીમારી હતી, અહીં તેમની સારવાર તો થઈ જ વિશેષમાં રહેવાનું અને જમવાની પણ સગવડ મળતા તેઓ કેન્દ્ર સરકારની આ યોજનાને આશીર્વાદરૂપ ગણાવે છે. 

    તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભરતભાઈ ભોઈની ત્રણ વર્ષની દીકરી દીપીકાને પેશાબમાં તકલીફ હતી. ઘણી સારવાર કર્યા છતા કોઈ પરિણામ ન આવતા તેઓ, આ હોસ્પિટલમાં આવ્યા બાદ તેમને આ યોજના અંગે જાણવા મળ્યું. આ યોજના અંતર્ગત દીપિકાની તમામ સારવાર નિઃશુલ્ક મળતા ભરતભાઈનો પરિવાર કેન્દ્ર સરકારનો આભાર માની રહ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply