Skip to main content
Settings Settings for Dark

આ ગુજરાતી જસ્ટિસે અંગ્રેજ સરકાર પાસે મંજૂર કરાવી ઉત્તરાયણની જાહેર રજા

Live TV

X
  • જસ્ટિસ નાનાભાઇએ સતાના પ્રભાવનો ઉપયોગ કરી તેમણે અંગેજો પાસે ઉત્તરાયણની જાહેર રજા માન્ય કરાવી હતી.

    ઉતરાયણના તહેવારની  જાહેર રજા હોવાથી, દરેક લોકો તેનો પરિવાર સાથે તેનો આનંદ માણી રહ્યા છે. આ જાહેર રજા મુંબઇ હાઇકોર્ટના જજ નાનાભાઇ હરિદાસે માન્ય કરાવી હતી. જસ્ટિસ નાનાભાઇએ અંગ્રેજ સાશન દરમિયાન હાઇકોર્ટના જસ્ટિસ પદે પહેલા હિન્દી-ગુજરાતી હતા.તેમની સતાના પ્રભાવનો ઉપયોગ કરી તેમણે અંગેજો પાસે ઉત્તરાયણની જાહેર રજા માન્ય કરાવી હતી.

    મુંબઈ હાઈકોર્ટના પહેલા ગુજરાતી જજ
    ઇ.સ.1884માં મુંબઇ હાઇકોર્ટના જજ તરીકેની કાયમી જગ્યાએ મહારાણી વિક્ટોરિયાના ખાસ હુકમથી મહિને રૂ.3750ના પગારે નાનાભાઇ હરિદાસની નિમણૂંક કરવામાં આવી હતી.આ હોદ્દા ઉપર તેઓ પહેલા જ હિન્દી-ગુજરાતી હતા. ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આ સમયે ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવતો.પરંતુ જાહેર રજા ન હોવાથી નાનાભાઇને રજા મળતી ન હતી.તેથી નાનાભાઇએ હોદ્દાના પ્રભાવનો ઉપયોગ કરી અંગ્રેજો પાસે ઉતરાયણની જાહેર રજા માન્ય કરાવી હતી.

    નાનાભાઈનો જન્મ સુરતમાં
    નાનાભાઇ હરિદાસનો જન્મ ઇ.સ.1832માં સુરતમાં થયો હતો.બાળપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી તેમ છતા તેમણે ગુજરાતી, અંગ્રેજી, મરાઠી અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. વધુ અભ્યાસ માટે તેઓ ઇ.સ.1852માં મુંબઇની એલ્ફીન્સ્ટન કોલેજમાં જોડાયા હતા. 1852માં નાનાભાઇએ સુપ્રીમ કોર્ટમાં મદદનીશ ટ્રાન્સલેટરની ઇન્ટરપ્રીટરની નોકરી મળી, ત્યારબાદ 1857માં સરકારે સિવિલ પ્રોસિજર કોડ, ઇન્ડિયન પીનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.

    પતંગ ચગાવવા માટે તેઓ સુરત આવતા
    મુંબઇમાં રહીને પણ નાનાભાઇ પોતે પતંગ ચગાવવાની ઘેલથાથી બિલકુલ વાકેફ હતા. મુંબઇથી ઉતરાયણના આગળના દિવસે સાંજે ગ્રાંટ રોડ સ્ટેશનથી ગુજરાત મેલ ટ્રેનમાં બેસીને સુરત આવતા હતા. ઉતરાયણના રોજ તેઓ સુરતમાં પતંગ ચગાવતા, પોંક ઉંધીયાનો સ્વાદ માણતા અને રાત્રે ટ્રેનમાં બેસી મુંબઇ પહોંચી જતા હતા..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply