Skip to main content
Settings Settings for Dark

આ શિયાળે કડકડતી ઠંડીની શક્યતા નહીવત્, ગરમ રહેશે આબોહવા

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી

    સમગ્ર વિશ્વ, ગ્લોબલ વોર્મીંગની અસરમાં સપડાયેલું છે, ત્યારે ઋતુચક્રમાં પણ હવે ફેરફાર થવા મંડ્યા છે. ગયા ચોમાસામાં અરબ સાગરમાંથી ઉદભવેલા વાવાઝોડાઓ પણ તેનું પરિણામ કહી શકાય. ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ પડ્યો હતો અને હવે શિયાળો પણ ગરમ રહેશે તેવું અનુમાન , હવામાન વિભાગ દ્વારા કરાયું છે. લગભગ 3 થી 4 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઓછું રહેશે અને કદાચ ગુલાબી ઠંડીની રાહ જોતા પ્રજાજનોને નિરાશ પણ થવું પડે. હવામાનમાં ફેરફારની સૌથી વધુ અસર ખેડૂતો પર પડશે. કારણ કે, આ હવામાનની અસર શિયાળુ પાકો પર પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેકટર જયંતા સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં બે લો પ્રેશર એરિયા પણ એક્ટીવ થયા છે, જેના લીધે દરિયા કિનારાના જિલ્લાઓમાં આગામી તા. 4થી એ કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply