જિ.પં. અને તા.પં.માં ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર
Live TV
-
રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી 44 બેઠકો માટે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ખાલી પડેલી બેઠકો માટે 29મી ડિસેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 31મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આ ચૂંટણીઓને ધ્યાને રાખી, ચૂંટણી પંચે, કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. અમદાવાદ જિલ્લા અને પોરબંદર જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો અને વિરમગામ, સાબરકાંઠાના પોશીના, અરવલ્લીના મેઘરજ, મહિસાગરના વિરપુર, નવસારીના ખેરગામ, વાંસદા, ડાંગના સુબીર, મોરબીના હળવદ અને રાજકોટ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીઓ યોજાનાર છે. જિલ્લા પંચાયતની ત્રણ અને તાલુકા પંચાયતોની 41 બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે, જાહેર કરેલાં કાર્યક્રમ અનુસાર, 14મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 17મી ડિસેમ્બર ફોર્મ પાછા ખેંચવાની આખરી તારીખ છે, જ્યારે 29મી ડિસેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં પણ EVMનો ઉપયોગ થશે.
