નવસારી: ખાણ ખનીજ વિભાગે મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો
Live TV
-
1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો
નવસારી જિલ્લાના ખાણ ખનિજ વિભાગે માટી ચોરીનો ભેદ ખોલી નાખતાં રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમી આધારે ખાણ ખનિજ વિભાગે નવસારી પંથકના ઈટાળવા ગામે રાતે જ છાપો માર્યો હતો. સરકારી જમીનમાં થતી માટી ચોરીનો ભેદ ખોલીને પાંચ ટ્રક, 1 જેસીબી મશીન, એક પોકલોન મશીન સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે આરોપીઓ રાતના અંધારામાં નાસી ગયા હતા. આ કેસમાં તપાસ ચાલુ છે
