ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનથી આવેલા પ્રતિનિધિમંડળનું 'બિઝનેસ ટુ બિઝનેસ મીટ'માં સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉઝબેકિસ્તાનની સાથે વ્યાપારિક સંબંધ વિકસિત કરવા માટે ગુજરાતનું વ્યાપારી પ્રતિનિધિમંડળ ઉત્સાહિત છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનથી આવેલા પ્રતિનિધિમંડળનું 'બિઝનેસ ટુ બિઝનેસ મીટ'માં સ્વાગત કરતા જણાવ્યું હતું કે ઉઝબેકિસ્તાનની સાથે વ્યાપારિક સંબંધ વિકસિત કરવા માટે ગુજરાતનું વ્યાપારી પ્રતિનિધિમંડળ ઉત્સાહિત છે. ગુજરાત ઉઝબેકિસ્તાનમાં પોતાના સમકક્ષોની સાથે તાલમેલ વિકસિત કરવા માટે ઉત્સુક હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉઝબેકિસ્તાનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિની સાથે ,દ્રિપક્ષીય સંબંધોના વિભિન્ન ક્ષેત્રો પર વિસ્તારપૂર્વક ચર્ચા થઇ હતી. ઉઝબેકિસ્તાનના પ્રવાસને લઇને ,મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રતિનિધિમંડળે ,જ્યારે ઉઝબેકિસ્તાનની મુલાકાત લીધી હતી, ત્યારે ઘણો સહયોગ અને સહકાર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિમંડળ તરફથી ,મળ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉઝબેકિસ્તાન તરફથી મળેલા સાથ અને સહકારથી ,અમે આવનારા સમયમાં ,વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે, ઉત્સાહિત છીએ.
